📡 ISROના અવકાશ વિભાગ દ્વારા સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હીકલ, SSLV-D2 તારીખ 10 ફેબ્રુઆરી, 2023 ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટર , શ્રીહરિકોટા ખાતેના પ્રથમ લોન્ચ પેડ પરથી સવારે 09:18 કલાકે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.
👉SSLV-D2 ની આ બીજી વિકાસલક્ષી ઉડાન છે.
👉SSLV 'લોન્ચ-ઓન-ડિમાન્ડ' ધોરણે લો અર્થ ઓર્બિટમાં 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહોના પ્રક્ષેપણની ક્ષમતા પૂરી પાડે છે.
👉તે ઓછા ખર્ચે અવકાશમાં પહોંચવાની ક્ષમતા તેમજ ખુબજ ઓછા પ્રક્ષેપણ ઈન્ફ્રાસ્ટ્ક્ચર સાથે બહુવિધ ઉપગ્રહોને સમાવવામાં ઓછો ટર્ન-અરાઉન્ડ ટાઈમ અને લવચીકતા પ્રદાન કરે છે.
👉SSLV ત્રણ નક્કર પ્રોપલ્શન સ્ટેજ અને વેલોસીટી ટર્મિનલ મોડ્યુલ સાથે ગોઠવેલ છે. તે 34 મીટર ઊંચું, 2 મીટર વ્યાસનું વાહન છે જેની લોડ વહન કરવાની ક્ષમતા 120 t (Long Tones) છે.
💢 મિશનના ઉદ્દેશ્યો :-
- LEO માં SSLV ની ડિઝાઇન કરેલ પેલોડ ક્ષમતાનું પ્રદર્શન.
- EOS-07 સેટેલાઇટ અને બે પેસેન્જર સેટેલાઇટ Janus-1 અને AzaadiSAT-2નું 450 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ.
- EOS-07 એ ISRO દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવેલ 156.3 કિગ્રાનો ઉપગ્રહ છે. mm-વેવ હ્યુમિડિટી સાઉન્ડર અને સ્પેક્ટ્રમ મોનિટરિંગ પેલોડનો સમાવેશ ઇસરોના નવતર પ્રયોગોમાં થાય છે.
- Janus-1 એ ANTARIS, USAનો 10.2 કિલોગ્રામનો ઉપગ્રહ છે.
- AzaadiSAT-2 એ સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા, ચેન્નાઈના માર્ગદર્શન હેઠળ ભારતભરની લગભગ 750 વિદ્યાર્થીનીઓનો સંયુક્ત પ્રયાસથી તૈયાર થયેલ 8.7 કિગ્રાનો ઉપગ્રહ છે.
0 comments:
Post a Comment