01 October 2015

Good News :હવે, સરકારી નોકરીઓમાં જુનિયર કે નાના હોદ્દા માટે ઇન્ટરવ્યુપ્રથા બંધ કરાશે.

  • વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કરેલી " मन की बात " માં જુનિયર કે નાના હોદ્દા માટે લેવાતા ઇન્ટરવ્યુ બંધ કરવાની હિમાયત કરી છે.અને સરકારે આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું છે.અને ઇન્ટરવ્યુ પ્રથા બંધ કરવાનો નિર્ણય લીધો છે.જે ખુબ જ આવકારદાયક છે.
  • જો કે આ માટે ઉમેદવારોએ નોકરી મેળવવા માટે ક્ષમતા પુરવાર કરવા સ્કીલ ટેસ્ટ તેમજ ફીઝીકલ ટેસ્ટ જેવા અન્ય પરીક્ષણો માંથી પસાર થવું પડશે.
  • ઉપરાંત જો પસંદગીકારોને ઉમેદવારનો ઇન્ટરવ્યુ લેવાની જરૂર હોય તો તે માટે પર્સોનલ વિભાગની મંજુરી લેવાની રહેશે.
  • આ પ્રથા "ડી" કેટેગરી ના હોદ્દાથી શરુ કરીને "સી" અને "બી" કેટેગરીના હોદ્દાઓ માટે અમલી બનાવાશે.
  • આ પ્રકારની નવી પ્રથા આવતા વર્ષે  ૧ લી જાન્યુઆરીથી અમલમાં આવશે.
  • આ પ્રકારની ઇન્ટરવ્યુ પ્રથા રદ થવાથી ભલામણ પ્રથાનો પણ અંત આવશે અને પારદર્શક રીતે ઓનલાઈન સિસ્ટમ દ્વારા મેરીટના આધારે ભરતી થશે.જે ગરીબોને નોકરી મેળવવા  માટે ભ્રષ્ટાચારમુક્ત અને તટસ્થ તકો પૂરી પાડશે.