- ગુજરાત સરકારના વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓની લાંબી લડત અને ન્યાયપૂર્ણ કાર્યવાહીને અંતે આવા કર્મચારીઓના સંતાનો કે આશ્રિતોને રહેમરાહે નોકરી આપવાના પેકેજમાં સરકારે ચાર વર્ષ પછી સુધારા કર્યા છે.
- ઉપરાંત સરકારી સેવામાં ફરજરત હોય તેવા કર્મચારીઓના મૃત્યુના કિસ્સામાં સહાય મેળવવા માટે અરજી કરવાની મુદ્દત ૩ માસ હતી જેમાં સુધારો કરી ૬ માસ કરવામાં આવેલ છે.
- અત્યાર સુધીના પેકેજમાં જે કર્મચારીઓએ સરકારમાં પાંચ વર્ષ કે તેથી વધુ નોકરી કરી હોય તેઓના આશ્રિતોને સરકારી સહાય મળતી હતી પરંતુ હવે આ સમયગાળો ટૂંકાવીને એક વર્ષ કરી દેવાયો છે.જેથી હવે એક વર્ષ પણ સરકારી નોકરી કરેલ હશે તો આવા કિસ્સામાં સહાય મળવા પાત્ર થશે.
નવા આર્થિક પેકેજના ધોરણો
જે કર્મચારી ચાલુ નોકરીએ મૃત્યુ પામે તેમના સંતાનો કે આશ્રિતો માટે નીચેના ધોરણો અનુસરીને સહાય અપાય છે.
- ૨૦ વર્ષથી વધુ નોકરી બાકી હોય તેવા કિસ્સામાં રૂ.૬ લાખની સહાય
- ૨૦ વર્ષથી ઓછી અને ૧૦ વર્ષથી વધુ નોકરી બાકી હોય તેવા કિસ્સામાં રૂ.૫ લાખની સહાય
- ૨૦ વર્ષથી ઓછી નોકરી બાકી હોય તેવા કિસ્સામાં રૂ.૪ લાખની સહાય