ભારતના રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામ | |
---|---|
જન્મની વિગત | ૧૫/૧૦/૧૯૩૧ રામેશ્વરમ, ભારત |
મૃત્યુની વિગત | ૨૭/૦૭/૨૦૧૫ શિલોંગ, મેઘાલય |
કાર્યકાળ | ૨૫ જુલાઇ ૨૦૦૨ થી ૨૫ જુલાઇ ૨૫ ૨૦૦૭ |
ઉપરાષ્ટ્રપતિ | ભૈરોસિંહ શેખાવત |
પુરોગામી | કે. આર. નારાયણન |
અનુગામી | પ્રતિભા પાટીલ |
હુલામણું નામ | મિસાઇલ મેન |
અભ્યાસ | એરોસ્પેસ અભિયંતા |
ખિતાબ | ભારત રત્ન |
જીવનસાથી | અપરણીત |
વેબસાઇટ www.abdulkalam.com |
અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ(જન્મ : ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ; મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ) જેઓ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ તરીકે ઓળખાય છે, તેઓશ્રી ભારતના રાષ્ટ્રપતિ પદે ઇ. સ. ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી બિરાજમાન હતા. તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" તરીકે લોકચાહના મેળવી. અબ્દુલ કલામે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ્ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઇ ખાતેથી કર્યો હતો.
રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમણે એરોસ્પેસ ઇજનેર તરીકે સરંક્ષણ અને વિકાસ સંગઠન(DRDO) અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO) ખાતે કામ કર્યુ હતું.
હ્રદય રોગના હુમલાને કારણે ૨૭ જુલાઇ ૨૦૧૫ના દિવસે ભારતના મેઘાલય રાજ્યના પાટનગરશિલોંગ ખાતે તેમનું અવસાન થયું.
રાજકીય દ્રષ્ટિ
એ.પી.જે. અબ્દુલ કલામે તેમના પુસ્તક 'ઇન્ડિયા ૨૦૨૦'માં ભારતને જ્ઞાન-મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે.
સન્માન અને ખિતાબો]
૧૯૯૭માં અબ્દુલ કલામને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનિકીના આધુનિકિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનવામાં આવ્યા છે. ૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઇટેડ નેશન્સે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવ્યો હતો. તેમને ૪૦ વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ)માંથી માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી છે. ભારત સરકારે તેમના ઇસરો અને ડી.આર.ડી.એ.માં કરેલા કાર્યો તથા ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર તરીકેની સેવાઓ બદલ વર્ષ ૧૯૮૧માં તેમને પદ્મભૂષણ અને ૧૯૯૦માં પદ્મવિભૂષણથી નવાજ્યા છે ૨૦૦૫માં તેમની સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત દરમ્યાન તે દેશે ૨૬ મેને વિજ્ઞાન દિવસ ઘોષિત કર્યો હતો. ૨૦૧૩માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ મળ્યો જે મેળવનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા. "
સન્માન કે ખિતાબનું વર્ષ | સન્માન કે ખિતાબનું નામ | સન્માનીત કરનાર સંસ્થા |
---|---|---|
૨૦૧૪ | ડૉક્ટર ઓફ સાયન્સ | એડિનબર્ગ યુનિવર્સિટી, યુ.કે. |
૨૦૧૨ | ડૉક્ટર ઓફ લૉ (Honoris Causa) | સિમોન ફ્રેઝર યુનિવર્સિટી |
૨૦૧૧ | IEEE માનદ સદસ્યતા | IEEE |
૨૦૧૦ | ડૉક્ટર ઓફ ઈજનેરી | યુનિવર્સિટી ઓફ વોટરલૂ |
૨૦૦૯ | માનદ ડૉક્ટરેટ | ઓકલેન્ડ યુનિવર્સિટી |
૨૦૦૯ | હૂવર મેડલ | ASME ફાઉન્ડેશન, યુ.એસ.એ. |
૨૦૦૯ | ઈન્ટરનેશનલ વોન કાર્મેન વિંગ્સ એવોર્ડ | કેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, યુ.એસ.એ. |
૨૦૦૮ | ડૉક્ટર ઓફ ઈજનેરી (Honoris Causa) | નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, સિંગાપોર |
૨૦૦૮ | ડૉક્ટર ઓફ સાયન્સ (Honoris Causa) | અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટી, અલીગઢ |
૨૦૦૭ | ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી | કાર્નેગી મેલોન યુનિવર્સિટી |
૨૦૦૭ | કિંગ ચાર્લ્સ II મેડલ | રોયલ સોસાયટી, યુ.કે. |
૨૦૦૭ | ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સ | યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટન, યુ.કે. |
૨૦૦૦ | રામાનુજન એવોર્ડ | અલ્વર્સ રિસર્ચ સેન્ટર, ચેન્નઈ |
૧૯૯૮ | વીર સાવરકર એવોર્ડ | ભારત સરકાર |
૧૯૯૭ | ઈન્દીરા ગાંધી એવોર્ડ ફોર નેશનલ ઈન્ટીગ્રેશન | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૯૯૭ | ભારત રત્ન | ભારત સરકાર |
૧૯૯૪ | ડિસ્ટિંગ્યુસ્ડ ફેલ્લોસ | ઈન્સ્ટીટ્યુટ ઓફ ડાયરેક્ટર્સ (ભારત)]] |
૧૯૯૦ | પદ્મવિભૂષણ | ભારત સરકાર |
૧૯૮૧ | પદ્મભૂષણ | ભારત સરકાર |