- વર્ષ ૨૦૨૦નું ISROનું પ્રથમ લોન્ચિંગ સફળ.રડાર ઇમેજિંગ ઉપગ્રહ સાથે 10 સેટેલાઈટ એક સાથે મોકલવામાં આવ્યા.
- ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશ (ISRO)ને શ્રીહરિકોટાના સતિશ ધવન સ્પેસ સેન્ટરથી શનિવારે ઈમેજિંગ સેટેલાઈટ EOS01ને લોન્ચિંગ કર્યું છે.
- PSLV-C49 રોકેટ સાથે દેશના રડાર ઇમેજિંગ સેટેલાઇટ EOS01 અને 9 વિદેશી સેટેલાઈટને પણ મોકલવામાં આવ્યા છે. લોન્ચિંગ કરવાનો નિર્ધારિત સમય (બપોરે 3 વાગ્યેને 2 મિનિટ)થી 10 મિનિટ મોડું થયું હતું.
- ISROનો GSAT સેટેલાઈટ પણ આ વર્ષે 17 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ તે લોન્ચિંગ ફ્રેન્ચ ગિઆનાથી કરવામાં આવ્યું હતું.
- ISROના અધ્યક્ષ ડો. કે સિવાને કહ્યું કે સ્પેસ સાથે સબંધિત કાર્ય અમે વર્ક ફ્રોમ હોમ દ્વારા નથી કરી શકતા. અમારા દરેક એન્જિનિયર લેબમાં હાજર છે. જ્યારે અમે કોઈ મિશન વિશે વાત કરીએ ત્યારે દરેક ટેકનિશિયન, કર્મચારી એક સાથે કામ કરે છે.
- EOS01નીશું છે ખાસિયત?
- તે રડાર ઇમેજિંગ સેટેલાઈટછે. સેટેલાઈટના રડાર પણ વાદળોની પાર પણ જોઈ શકશે. તે દિવસ અને રાત અને બધી ઋતુઓમાં ફોટા લેવામાં સમર્થ છે. તેના દ્વારા આકાશથી દેશની સરહદો પર નજર રાખવામાં મદદ કરશે. આ ઉપરાંત, એગ્રીકલ્ચર- ફોરેસ્ટ્રી, માટીમાં ભેજને શોધવું અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ મદદ કરશે.
- ચંદ્રયાન-2 બાદ ચોથું અને ISROનું ત્રીજું લોન્ચિંગ
- શનિવારના લોન્ચિંગ સાથે ISROનો વિદેશી સેટેલાઇટ મોકલવાનો આંકડો 328 પર પહોંચી ગયો છે. ઇસરોનું આ 51મું મિશન હતું. ઇસરો તેની વેબસાઇટ, યુટ્યુબ ચેનલ, ફેસબુક અને ટ્વિટર પેજ પર પણ LIVE ટેલિકાસ્ટપણ કર્યું હતું. વિક્રમ સારાભાઇ સ્પેસ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર એસ સોમનાથે કહ્યું હતું કે PSLV-C49 પછી ડિસેમ્બરમાં PSLV-C50 લોન્ચ કરવાની યોજના છે. એક લોન્ચ પછી બીજા માટેની તૈયારીમાં લગભગ 30 દિવસનો સમય લાગે છે.
90% Discount Offer | 9 to 15th August 2025 | Angel English App | @AngelE...
-
90% Discount offer
👉 ઓફર નો લાભ કેવી રીતે લેવો?
👉 આ ઓફરથી તમને શું ફાયદો થશે?
👉 ઓફરમાં અન્ય કયા કયા કોર્સિઝ ફ્રી મળશે?
👉 શા માટે Angel English App યુન...
1 month ago
0 comments:
Post a Comment