04 November 2020

Gujarat no puratatviy varso (ગુજરાતનો પુરાતત્વીય વારસો)

💥જુમ્મા મસ્જિદ💥 

🎯અહમદશાહના સમયમાં થયેલ બાંધકામોમાં જે ગુજરાત અને હિન્દુસ્તાનનાં મુસ્લિમ સ્થાપત્યોમાં પ્રથમ પંક્તિમાં આવી શકે તેવી અમદાવાદની જુમ્મા મસ્જિદ છે. 

🎯અન્ય બાંધકામો કરતા બસ્સો વર્ષ પછી બંધાવેલી છે. એટલે એ બંન્નેની તુલનામાં અમદાવાદની જુમ્મા મસ્જિદનું સ્થાપત્ય એ જમાના કરતા વધુ કલાત્મક છે. 

🎯જુમ્મા મસ્જિદ અહેમદશાહે અમદાવાદ શહેર વસાવ્યું તેના બીજા વર્ષે એટલે કે ઈ.સ. ૧૪૧૨માં બાંધવાની શરૂઆત કરી હતી અને ઈ.સ. ૧૪૨૪માં તે પૂર્ણ થઈ. 

🎯બાર વર્ષે પૂર્ણ થયેલ આ મસ્જિદના વચલા મહેરાબ પર અરબીમાં તેનો ઉલ્લેખ છે.

🎯અમદાવાદની આ મસ્જિદ અંદર અને બહારના દેખાવમાં હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યના સુંદર સમન્વય સમી છે. 

🎯અંદરના ભાગમાં મંદિરોના મંડપોની રચનાની સ્પષ્ટ ઝલક દેખાય છે. જ્યારે કમાનો અને મિનારાઓ ઈસ્લામી સ્થાપત્યના નમૂના છે. વચલી કમાનોના થાંભલા પર હિન્દુ મંદિરનું તોરણ સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે.

🎯 ટૂંકમાં હિન્દુ-મુસ્લિમ સ્થાપત્ય કલાના બેનમૂન નમૂના સમી આ મસ્જિદ ગુજરાતને જાણવા અને માણવા ઇચ્છતા દરેક યાત્રાળુઓએ જોવી જોઈએ.

〰〰〰〰〰〰〰〰〰〰〰


💥સીદી સૈયદની જાળી (મસ્જિદ)💥 


🎯લાલ પથ્થર પરનું બારીક અને શ્રેષ્ઠ જાળી કોતરણી કલાના બેનમૂન નમૂનો ધરાવતી અને તેના કારણે સમગ્ર ભારતના કલાત્મક નમૂનાઓમાં અગ્રસ્થાન પામેલ આ મસ્જિદ અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં આવેલી છે. 

🎯રાણી સીપ્રીની મસ્જિદ જેવી નાનકડી છતાં પોતાની કલાત્મક કોતરણીની દૃષ્ટિએ વધુ પ્રખ્યાત આ મસ્જિદ તેની દીવાલ પરની પથ્થરની અંદરની કોતરણીવાળી જાળીઓને કારણે જગવિખ્યાત છે. 

🎯મસ્જિદના પ્રકાશ માટે મૂકવામાં આવેલી અતિશય બારીક અને સુંદર કોતરણીવાળી આ જાળીઓ સલ્તનતકાળના સ્થાપત્યનો અદ્દભુત નમૂનો છે.

🎯દેશ-વિદેશના યાત્રિઓ આજે પણ સીદી સૈયદની જાળી - મસ્જિદ જોવા આવે છે.

〰〰〰〰〰〰〰〰〰〰〰


💥સરખેજનો રોજો અને સરોવર💥


🎯 સરખેજ ગામને અડીને આવેલ અમદાવાદનું ઐતિહાસિક સ્મારક એટલે સરખેજનો રોજો . 

🎯રોજો સામાન્ય શહેરીજન માટે નિઃરસ ઐતિહાસિક સ્મારક ન બની રહેતાં આકર્ષક બાંધણી સાથેનું તળાવ, વિવિધ વૃક્ષોસભર ઉદ્યાન, બાલ કિંડાગણ, આશરે ૧૫૦૦ વ્યક્તિને સમાવી શકે તેવું ‘એમ્ફી થિયેટર’ જેવી સુવિધા ધરાવે છે. હજી પણ તેને સુવિકસિત કરવાનું આયોજન છે.

          ઉપરોક્ત લેખ  @gyansarthi ટેલીગ્રામ ચેનલમાંથી સાભાર.

0 comments: