13 July 2015

Gujarat Police Recruitment 2014-15

  • પોસઇ/એએસઆઇ ભરતી માટે તા.ર,૩,૪/મે/ર૦૧પ ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રના જવાબોમાં નીચે મુજબ સુધારો કરવામાં આવેલ છે.
  1. જનરલ નોલેજ પ્રશ્નપત્ર સેટ-૧ માં પ્રશ્ન-૮૦ ને અગાઉની આન્સર કીમાં રદ કરેલ હતો જેના સ્થાને આ પ્રશ્ન-૮૦ નો સાચો જવાબ “ડી” ગણવો અને પ્રશ્ન માન્ય રાખવામાં આવેલ છે.
  2. જનરલ નોલેજ પ્રશ્નપત્ર સેટ-૧ માં પ્રશ્ન-૯૦ નો અગાઉની આન્સર કી નો જવાબ “બી” દર્શાવવામાં આવેલ હતો જેના સ્થાને હવે સાચો જવાબ “ડી” ગણવાનો રહેશે.
  3. જનરલ નોલેજ પ્રશ્નપત્ર સેટ-૧ માં પ્રશ્ન-૧૪૦ માં અગાઉની આન્સર કીમાં જવાબ “ડી” દર્શાવવામા આવેલ હતો જેના સ્થાને હવે આ પ્રશ્ન-૧૪૦ ને રદ કરવામાં આવે છે.
  4. એ.એસ.આઇ. કાયદો (લો) ના પ્રશ્નપત્ર સેટ-૧ નો પ્રશ્ન-૭૪ માં અગાઉની આંન્સર કી માં જવાબ “એ” દર્શાવેલ હતો જેના સ્થાને હવે “એ” અને “સી” બંને જવાબ સાચા ગણવાના રહેશે.
ઉપરોકત કુલ-૪ પ્રશ્નોના જવાબમાં સુધારો કરી નવી રીવાઇઝ કરેલી આન્સર કી તથા જે ઉમેદવારોએ પેપર રિચેકિંગ માટે અરજીઓ આપેલ હતી, તેવા ઉમેદવારોના પેપર રિચેકિંગ બાદના ગુણ http://gprb2015.org પરથી જોઈ શકાશે.
  1. (નોધ:- ઉપરોકત રીવાઈઝ આન્સર કી અનુસંધાનમાં હવે કોઈ પ્રુચ્છા કે ઈ.મેઈલ કે પત્ર વ્યવહાર ધ્યાને લેવામા આવશે નહી)ઉપરોકત રીવાઈઝ આન્સર કી પ્રમાણે પો.સ.ઈ./એ.એસ.આઈ.માં ભરતી અન્વયે મૌખીક ઈન્ટરવ્યુ સારૂ પસંદગી પામેલ ઉમેદવારોની યાદી http://gprb2015.org પરથી જોઇ લેવા વિનંતી છે વધુમાં તા.૨૦/૦૭/૨૦૧૫ પછી ઈન્ટરવ્યુ શરૂ કરવામાં આવનાર છે જેની નોંધ લેવી.
  2. ઈન્ટરવ્યુ માટે પસંદગી પામેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ અંગેના કોલલેટર આવતી તા.૧૪/૦૭/૨૦૧૫ બાદ http://ojas.guj.nic.in અથવા http://ojas1.guj.nic.in પરથી ડાઉનલોડ કરી શકશે.