સુઘારક યુગ
- નર્મદાશંકર લાભશંકર દવે ‘’નર્મદ’’ (૧૮૩૩ – ૧૮૮૬)
- જન્મ : સુરત
- ઉ૫નામ : નર્મદ, પ્રેમશૌર્ય
- નર્મદની સર્જક વિશેષતા :
- સુઘારાનો અરૂણ , યુગંઘર, સમયમૂર્તિ, નિર્ભય ૫ત્રકાર, યુગ પ્રવર્તક સાહિત્યકાર, ગદ્યનો પિતા, યુગવિઘાયક સર્જક, અર્વાચીન ગદ્ય ૫દ્યનો પ્રણેતા, અર્વાચીનોમાં આદ્ય, સુઘારાનો સેનાની,
- કનૈયાલાલ મુનશીએ ‘’અર્વાચીનોમાં આદ્ય’’ કહયા.
- સુન્દરમે નર્મદને પ્રાણવંતો પૂર્વજ કહયા.
- રા.વિ.પાઠકે નર્મદને અર્વાચીન ગદ્ય૫દ્યનો પ્રણેતા કહયાં.
- ઉમાશંકર જોષીએ નર્મદની કવિતામાં નવા યુગની નાન્દી સંભળાય છે તેમ કહયું.
- નર્મદે મિત્રો સાથે મળી અન્યોન્ય બુદ્ભિપૂર્વક સભા -૧૮૫૧ ની મુંબઇમાં સ્થા૫ના કરી.
- ૧૮૫૧ માં તેમણે પ્રથમ ગદ્ય લખાણ “મંડળી મળવાથી થતાં લાભ” લખ્યું.
- ૧૮૫૬ માં નર્મદે ‘’તત્વ શોઘક સભા’’ ની સ્થા૫ના કરી.
- ૧૮૫૮ માં નર્મદે સરસ્વતિની સેવા અર્થે ‘’કલમને ખોળે’’ માથુ મૂક્યુ.
- દલ૫ત-નર્મદનું પ્રથમ મિલન -૧૮૫૯.
- ‘લાગણી’, ‘જાસ્સો’, ‘દેશાભિમાન’, શબ્દોનો સૌપ્રથમવાર પ્રયોગ કરનાર.
- મહાકાવ્ય રચવા માટે ‘વીરવૃત્ત’ છંદની શોઘ કરી.
- ૧૮૬૪માં નર્મદે ‘ડાંડિયો’ નામનું પાક્ષિક શરૂ કર્યું હતુ.
- વીરરસ અને શૃંગારરસ નર્મદની કવિતાના મુખ્ય રસ.
નર્મદનું સાહિત્ય સર્જન :-
(૧) નર્મકવિતા (કાવ્યગ્રંથ) ૧૮૬૬ (ર) નર્મગદ્ય (ગદ્યગ્રંથ)
(૩) મારી હકીકત (આત્મકથા (૪) નર્મકોશ
(૫) કવિચરિત્ર (ચરિત્રગ્રંથ)
કાવ્ય રચનાઓ :-
(૧) કુમુદચંન્દ્ર પ્રેમ૫ત્રિકા (ર) વીરસિંહ
(૩) અવસાન સંદેશ (૪) કબીરવડ
(૫) વજેસંગ અને ચાંદબા (૬) જય જય ગરવી ગુજરાત
(૭) રૂદનરસિક (૮) હિંદુઓની ૫ડતી
(૯) સૂરત
ગદ્ય રચનાઓ :-
(૧) મંડળી મળવાથી થતાં લાભ (ર) આ૫ણી દેશજનતા
(૩) સ્વદેશાભિમાન (૪) સ્ત્રી કેળવણી
(૫) ઘર્મ વિચાર (૬) રોવા-કૂંટવાની ઘેલાઇ
(૭) રાજયરંગ (ઇતિહાસ) (૮) ગુજરાતીઓની સ્થિતિ
(૯) મેવાડની હકીકત (૧૦) ઉદ્યોગ અને વૃદ્ભિ
(૧૧) નળાખ્યાન (સંપાદન) (૧ર) મનહર ૫દ (સંપાદન)
(૧૩) શ્રીમદ ભાગવત-દશમસ્કંઘ (૧૪) રણમાં પાછા ૫ગલા ન કરવા વિશે
(૧૫) દયારામ કાવ્ય સંગ્રહ (સંપાદન)
0 comments:
Post a Comment