- તાજેતરમાં ગુજરાત સરકારે તારીખ:- ૦૪/૦૨/૨૦૨૩ના રોજના ઠરાવથી ગુજરાત રાજ્યની જંત્રી (Annual Statement of Rates)-2011 તા.૧૮-૦૪-૨૦૧૧ થી જે દરો અમલમાં છે તેને તા.૦૫-૦૨-૨૦૨૩ થી બે ગણા કરવાનુ ઠરાવેલ.
- જે તા.૦૪-૦૨-૨૦૨૩ ના રોજ નો ઠરાવ આજ રોજથી એટલે કે તા.૧૧-૦૨-૨૦૨૩ થી ગુજરાત સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવેલ છે.
- હવે તા.૦૪-૦૨-૨૦૨૩ ના રોજના ઠરાવનો અમલ તા.૧૫-૦૪-૨૦૨૩ થી કરવાનો રહેશે તેમ ગુજરાત સરકારના આજરોજના ઠરાવમાં જણાવેલ છે.
- વધુ માહિતી માટે ગુજરાત સરકારનો આજરોજનો ઠરાવ વાંચવા અહીં ક્લિક કરો
Latest News
11 February 2023
Regarding the implementation of the resolution dated 04-02-2023 regarding the increase in the price of Jantri(Annual statement of rates)-2011.
10 February 2023
ISROના અવકાશ વિભાગના SSLV-D2/EOS-07 મિશન વિશે.
📡 ISROના અવકાશ વિભાગ દ્વારા સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હીકલ, SSLV-D2 તારીખ 10 ફેબ્રુઆરી, 2023 ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટર , શ્રીહરિકોટા ખાતેના પ્રથમ લોન્ચ પેડ પરથી સવારે 09:18 કલાકે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.
👉SSLV-D2 ની આ બીજી વિકાસલક્ષી ઉડાન છે.
👉SSLV 'લોન્ચ-ઓન-ડિમાન્ડ' ધોરણે લો અર્થ ઓર્બિટમાં 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહોના પ્રક્ષેપણની ક્ષમતા પૂરી પાડે છે.
👉તે ઓછા ખર્ચે અવકાશમાં પહોંચવાની ક્ષમતા તેમજ ખુબજ ઓછા પ્રક્ષેપણ ઈન્ફ્રાસ્ટ્ક્ચર સાથે બહુવિધ ઉપગ્રહોને સમાવવામાં ઓછો ટર્ન-અરાઉન્ડ ટાઈમ અને લવચીકતા પ્રદાન કરે છે.
05 February 2023
Government of Gujarat increased the rates of Jantri (Annual statement of rates)-2011.
- તાજેતરમાં ગુજરાત સરકારે તારીખ:- ૦૫/૦૨/૨૦૨૩ના રોજથી ગુજરાત રાજ્યની જંત્રી (Annual Statement of Rates)-2011 તા.૧૮-૦૪-૨૦૧૧ થી ડબલ કરી દીધી છે.
- દા.ત.જંત્રી (Annual Statement of Rates)-2011 તા.૧૮-૦૪-૨૦૧૧ મુજબ જે મિલકતના દર પ્રતિ ચોરસ મીટર રૂ.૧૦૦ નક્કી થયેલ હોય ત્યાં તા.૦૫-૦૨-૨૦૨૩ કે તે પછી બમણાં એટલે રૂ.૨૦૦ દર ગણવાનો રહેશે.
31 January 2023
GPSC દ્વારા વર્ષ ૨૦૨૩ માં પ્રસિધ્ધ થનાર વિવિધ જાહેરાતોનો કાર્યક્રમ
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી/ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ ૨૦૨૩ દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતોનો સૂચિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૩ દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતોનો સૂચિત કાર્યક્રમ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
વધુ માહિતી માટે GPSC ની વેબસાઇટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in જોતા રહેવા વિનંતી.
29 January 2023
GPSSB દ્વારા આજ તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આજરોજ લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે.