25 November 2015

IPhone ને પાસવર્ડ વગર ફેક્ટરી રીસેટ કઈ રીતે કરી શકાય

આજના સ્માર્ટફોન યુગમાં દરેકને કોઈને કોઈ કારણસર પોતાના સ્માર્ટફોનમાં પાસવર્ડ રાખવાની જરૂર પડે છે. મોટાંભાગના લોકો સુરક્ષાના કારણોસર કોઈ અજાણી વ્યક્તિ આપના ફોનનો ડેટા ઉપયોગ ન કરી શકે તે માટે પાસવર્ડ રાખતા હોય છે.પરંતુ મુશ્કેલી ત્યારે ઉત્પન્ન થાય છે જયારે આપણે ફોનનો પાસવર્ડ ભૂલી જઈએ છીએ.અને આવી પરિસ્થિતિમાં પ્રથમ માત્ર એક જ વિચાર મગજમાં આવે છે અને તે છે ફોનને ફેક્ટરી રીસેટ કરવાનો. ફેક્ટરી રીસેટ કરવાથી આપણે ફોનને ફરીથી નવા પાસવર્ડ સાથે ઉપયોગ કરી શકીએ છીએ.
આજે આપણે iPhone ને ફેક્ટરી રીસેટ કઈ રીતે કરી શકીએ અને તે પણ પાસવર્ડ વગર તેના વિશે શીખીશું.જેથી કોઈક કારણોસર આપણે પાસવર્ડ ભૂલી જઈએ કે અથવા કોઈ પાસેથી iphone ખરીદ્યો હોય અને તે પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય અથવા તો કોઈ અન્ય કારણોસર ફેક્ટરી રીસેટ કરવાની જરૂર ઉભી થાય છે.રીસેટ કરતા પહેલા એ નક્કી કરી લેવું જોઈએ કે IPhone માં iCloud એક્ટીવ તો નથી ને કારણ કે જો તે એક્ટીવ હશે તો તમે રીસેટ વખતે લોગીન નહિ કરી શકો અને તે પાસવર્ડ માગશે.

તો ચાલો હવે iPhone ને પાસવર્ડ વગર રીસેટ કરતા શીખીએ. તેના માટે તમારે બે વસ્તુઓ જોઈશે.
(૧).તમારા PC માં iTunes ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ.
(૨).યુ.એસ.બી.કેબલ

સ્ટેપ-૧ : સૌપ્રથમ ફોનનો પાવર ઓફ કરો.

સ્ટેપ-૨ : હવે તમારા PC માં iTunes ચાલુ કરો અને ખાતરી કરીલો કે USB કેબલ તમારા PC સાથે જોડેલો છે ને. હવે Hold Home Button અને પછી iPhone માં USB કેબલ નાંખો.

સ્ટેપ-3 : હવે તમારા iPhone ની સ્ક્રીન પર Connect to iTunes ઓપ્શન જોવા મળશે.હવે તમે Home Button ને છોડી શકો છો.હવે તમારો iPhone રિકવરી મોડમાં ચાલુ થશે અને તેમાં નીચેની સ્ક્રીન દેખાશે.

સ્ટેપ-૪ : હવે Restore પર ક્લિક કરો અને ત્યાર બાદ Restore and  Update પર ક્લિક કરો.પરંતુ આ કરતા પહેલા એ જાણી લેજો કે આ સ્ટેપથી તમારા ફોનના બધાજ જુના data ડીલીટ થઇ જશે.

સ્ટેપ-૫: હવે iTunes તમારા ફોનના સોફ્ટવેરને extract કરવાની પ્રક્રિયા ચાલુ કરશે જે તમે પ્રોસેસ તમે પ્રોસેસબાર પર જોઈ શકશો. Software પ્રક્રિયા પૂરી કરે ત્યાં સુધી રાહ જુઓ.

સ્ટેપ-૬ : એક વખત extract કરવાનું પૂર્ણ થયા બાદ તમે તમારા ફોનની સ્ક્રીન ઉપર Apple logo જોઈ શકશો. ત્યારબાદ System Install ની પ્રક્રિયા ચાલુ થશે.

સ્ટેપ-૭ : System રીસ્ટોર થયા પછી ફોન એકદમ નવો જ ખરીદ્યો હોય તેવું તમને તેના PERFORMANCE થી લાગશે.હવે તમે USB કેબલ રીમુવ કરી શકો છો.રીસ્ટોર થયા બાદ તમારે Language, Country/Region, Wi-Fi Password  અને બીજા અન્ય સેટિંગ કરવાના રહેશે.