30 December 2015

જનરલ નોલેજ : પતંગ અને વિશ્વ પતંગ મ્યુઝિયમ વિશે અવનવું જાણવા જેવું (PDF FILE)

પતંગ વિશે જાણવા જેવું      Click Here To Download PDF File

આપણા દેશમાં ઉત્તરાયણનો તહેવાર ખુબ જ ધામધુમથી ઉજવાય છે અને પતંગનું મહત્વ કેટલું છે એ આપણે સૌ જાણીએ છીએ. પણ વિશ્વભરમાં ઉત્તરાયણ અને પતંગનું ખુબ જ મહત્વ છે.તે જાણીએ ...

Ø સૌથી પહેલો પતંગ ત્રણ હજાર વર્ષ પૂર્વે પાંદડામાંથી બનાવવામાં આવ્યો હતો તેવું માનવામાં આવે છે.
Ø વિશ્વનો સૌથી નાનો પતંગ પાંચ મીલીમીટર જેટલું ઉંચો ઉડ્યો હતો.
Ø વિશ્વના સૌથી વિશાળ પતંગને મેગા ફ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. તે ૬૩૦ ચો.મી.નું કદ ધરાવે છે. પીટર લીન નામની વ્યક્તિએ આ પતંગ બનાવ્યો હતો.
Ø વિશ્વનો સૌથી લાંબો પતંગ ૧૦૩૪ મીટર લંબાઈ ધરાવે છે.
Ø અત્યાર સુધીમાં સૌથી ઝડપી ઉડાડવામાં આવેલો પતંગ ૧૯૩ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આકાશમાં ઉડાડવામાં આવ્યો હતો.
Ø જાપાનના પતંગબાજ ધ્વારા એક જ દોરી પર ૧૧,૨૮૪ પતંગ ઉડાડવાનો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
Ø એકદમ દુર પતંગ ઉડાડવાની હરીફાઈમાં સૌથી દુર એટલે કે સૌથી વધુ ઉંચાઈ પર પતંગ ઉડાડવાનો વિક્રમ ૩૮૦૧ મીટરનો છે.
Ø ન્યુઝીલેન્ડના માઓરી જાતિના લોકો વૃક્ષની છાલ અને પાંદડામાંથી અદ્ભુત પક્ષીઓના આકારના પતંગ બનાવવા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે.
Ø કોડી મેનલિફ્ટિંગ ફાઈટ સિસ્ટમ શોધનારા સેમ્યુઅલ ફ્રેન્કલીન કોડી ૧૯૦૩માં પતંગની મદદથી ઈંગ્લીશ ચેનલ પાર કરનારી પ્રથમ વ્યક્તિ બન્યા હતા.
Ø થાઈલેન્ડમાં પતંગ ઉડાડવા માટે ૭૮ જેટલા નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
Ø અમેરિકામાં જયારે આંતરવિગ્રહ થયો ત્યારે અમેરિકન સૈન્ય અધિકારીઓએ પતંગનો ઉપયોગ સંદેશા-વ્યવ્હાર માટે કરતા હતા.
Ø ચીનમાં એક સમયે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ હતો. જો કોઈ વ્યક્તિ પતંગ ઉડાડતી નજરે ચડે તો તેને ત્રણ વર્ષ સુધી કારાવાસની સજા ફરમાવવામાં આવતી.પતંગનું ચીની નામ ફેન ઝેંગ છે.
Ø પેરગ્લાઈડીંગ એટલે પેરાશૂતની મદદથી હવામાં ઉડવાની જે રમત ચી તે રોગાલો નામના પતંગની પ્રેરણાથી અસ્તિત્વમાં આવી છે.૧૯૪૮ માં ફ્રાન્સીસ રોગાલોએ આ પતંગણી ડીઝાઇન તૈયાર કરી હતી.
Ø વિશ્વના જુદા જુદા દેશોમાં ઓક્ટોબર મહિનાના બીજા રવિવારે ‘વન સ્કાય વન વર્લ્ડ’ સુત્રને સાર્થક સાબિત કરવા અને વિશ્વમાં શાંતિ, ભાઈચારા અને એકતાનો સંદેશો પ્રસરાવવા પતંગ ઉડાડવામાં આવે છે.
Ø ૧૯૦૧ માં માર્કોનીએ પતંગની મદદથી પહેલીવાર રેડિયો તરંગોના માધ્યમથી સંદેશાને એટલાન્ટીક સમુદ્રની પાર મોકલવામાં સફળતા મેળવી હતી. ચીનના ડ્રેગન આકારના પતંગ ખુબ જાણીતા છે.

વિશ્વ પતંગ મ્યુઝીયમ

Ø વોશિન્ગ્ટન ખાતે વર્લ્ડ કાઈટ મ્યુઝીયમ આવેલું છે. વિશ્વના જોવાલાયક પતંગ સંગ્રહાલયમાં તેનો સમાવેશ થાય છે.
Ø કેનેડાના પેલી ટાપુ ખાતે કાઈટ મ્યુઝીયમ આવેલું છે, જ્યાં લગભગ ૩,૦૦૦જેટલા પતંગોનો સંગ્રહ કરવામાં આવેલો છે.
Ø મલેશિયામાં પાસીર ગુડાંગ નામનું પતંગનું મ્યુઝીયમ આવેલું છે, જ્યાં લગભગ ૨૦૦૦ જેટલા પતંગોનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
Ø કમ્બોડિયામાં પતંગ ઉડાવવાને સાંસ્કૃતિક પરંપરા માનવામાં આવે છે. કમ્બોડિયામાં નેમ પેહ કાઈટ મ્યુઝીયમ આવેલું છે, જ્યાં ખાસ પ્રકારના કમ્બોડિયન પતંગનું પ્રદર્શન જોવા મળે છે.
Ø વિશ્વનું સૌથી વિશાળ પતંગ મ્યુઝીયમ ચીનના વયફાંગ શહેરમાં આવેલું છે. ૧૩,૦૦૦ ચો.મી. વિસ્તારમાં ફેલાયેલા આ મ્યુઝીમમાં લગભગ ૨,૦૦૦ જેટલા પતંગ આવેલા છે.

Ø અમદાવાદ પતંગ મ્યુઝીયમ વિશ્વના જાણીતા અને શ્રેષ્ઠ પતંગ મ્યુઝીયમમાં સ્થાન ધરાવે છે.સંસ્કાર કેન્દ્ર ખાતે આવેલા આ પતંગ મ્યુઝીયમની સ્થાપના ભાનુભાઈ શાહે કરી હતી. કાગળના ૪૦૦ ટુકડામાંથી બનાવેલો ૨૨ બાય ૧૬ મીટર લંબાઈ ધરાવતો પતંગ અહીનો જોવાલાયક પતંગ છે.