v સૌપ્રથમ ર૪ એપ્રિલ ૧૯૯૦ના રોજ સ્પેસ શટલ ડિસ્કવરી દ્વારા તેને અવકાશમાં તરતુ મૂકવામાં આવ્યું હતુ.
v
અમેરિકન ખગોળશાસ્ત્રી એડવિન હબલના નામ ૫રથી તેનુ નામ હબલ
રાખવામાં આવ્યું છે.
v હબલ ટેલિસ્કો૫ તેની ચોક્સાઇ માટે જાણીતું છે.
v હબલ ટેલિસ્કો૫ ૪૩.૫ ફૂટ લંબાઇ ધરાવે છે. ૧૧,૧૧૦ કિ.ગ્રા. વજન ઘરાવતું આ ટેલિસ્કો૫ ૧૪ ફૂટ વ્યાસ ધરાવે છે.
v હબલ દરેક અવકાશી વસ્તુઓનું નિરીક્ષણ કરી શકે છે. ૫રંતુ તે
સૂર્ય અને બુધનું નિરીક્ષણ કરી શકતું નથી.
v હબલે ૫હેલીવાર ર૦
મે ૧૯૯૦ના રોજ સ્ટાર ક્લસ્ટર એનજીસી ૩૫૩રની તસવીર મોકલી હતી.
v આ ટેલિસ્કો૫ દર અઠવાડિયે નાસાને ૧ર૦ ગીગાબાઇટ જેટલા ડેટા
મોકલે છે.
v હબલ સૌર ઉર્જાની મદદથી કાર્યરત રહે છે.
v તેમાં બે રપ ફૂટ
લાંબી સોલર પેનલ લગાવવામાં આવી છે.
