17 February 2015

કાવ્યનુંભુતી માંથી

વેળા આવી 

ઊંચેરા આભમાં ઉડવાની વેળા આવી, 
સ્વપ્નોને સાકાર કરવાની વેળા આવી, 
ઘરની ચાર દીવાલોમાં રહેવાની માન્યતા છોડી,
મુક્ત ગગનમાં વિહરવાની વેળા આવી,
પાઈલટ, પોલીસ, ડોક્ટર, સિપાહી બનીને,
રૂઢિગત વિચારો સામે લડવાની વેળા આવી,
દીકરી સાપનો ભરો એવું માનનારા સમાજમાં,
દીકરી દેખાડે સ્વર્ગનું દ્વાર કહેવડાવવાની વેળા આવી,
પુરુષપ્રધાન સમાજમાં એવું માનનારના ભ્રમ તોડી,
ખભે ખભો મિલાવવાની વેળા આવી,
ઊંચેરા આભમાં ઉડવાની વેળા આવી,
દીકરીના અસ્તિત્વ સામે ઉઠેલા સવાલોના જવાબ દેવાની વેળા આવી.
                                                                                 -નેહા નાથુભાઈ કાઠીયા, રાજકોટ .

0 comments: