📢 સરકારી કર્મચારીઓ માટે CCC પરીક્ષા માટે GTU માં રજીસ્ટ્રેશન શરૂ થયેલ છે.

📢 GTU CCC પરીક્ષા રજીસ્ટ્રેશન અંગે મહત્વની સૂચના :

​ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા CCC પરીક્ષા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો માટેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:

​📅 મહત્વની તારીખો:

  • શરૂઆત: ૦૪/૦૪/૨૦૨૬ (સવારે ૧૧:૦૦ થી)
  • અંતિમ તારીખ: ૩૦/૦૪/૨૦૨૬ (સાંજે ૦૬:૦૦ સુધી)

​💻 કેવી રીતે અરજી કરવી?

  • ​અરજી કરવા માટેની વેબસાઈટ: https://ccc.gtu.ac.in/
  • ​ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને તેના પર પોતાના વિભાગના વડાના સહી-સિક્કા કરાવવા ફરજિયાત છે.

​💸 પરીક્ષા ફી:

  • થીયરી પરીક્ષા: ₹ ૧૦૦
  • પ્રેક્ટિકલ પરીક્ષા: ₹ ૧૦૦
  • થીયરી અને પ્રેક્ટિકલ બંને: ₹ ૨૦૦

​📮 ડોક્યુમેન્ટ્સ મોકલવાનું સરનામું:

તૈયાર કરેલું ફોર્મ અને પાનકાર્ડની નકલ રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટથી નીચેના સરનામે મોકલવાના રહેશે:

કુલસચિવશ્રી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, GTU કેમ્પસ, ચાંદખેડા, અમદાવાદ - ૩૮૨૪૨૪.

(પરબીડિયા ઉપર "CCC EXAM APPLICATION FORM" લખવું ફરજિયાત છે.)


​⚠️ ખાસ નોંધ:

  1. ​અરજી ફોર્મમાં નામ સર્વિસબુક મુજબ જ લખવું.
  2. ​ફોર્મ સેવ કર્યા પછી કોઈ સુધારો કરી શકાશે નહીં, તેથી ધ્યાનથી વિગતો ભરવી.
  3. ​પરીક્ષા સમયે અસલ પાનકાર્ડ સાથે રાખવું ફરજિયાત છે.

​📧 કોઈ પણ મુશ્કેલી જણાય તો ccc@gtu.edu.in પર ઈમેઈલ કરવો.

Post a Comment

0 Comments