Good News :હવે, સરકારી નોકરીઓમાં જુનિયર કે નાના હોદ્દા માટે ઇન્ટરવ્યુપ્રથા બંધ કરાશે.
10/01/2015 10:17:00 AM
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કરેલી " मन की बात " માં જુનિયર કે નાના હોદ્દા માટે લેવાતા ઇન્ટરવ્યુ બંધ કરવાની હિમાયત કરી છે.અને સરકારે આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું છે.અને ઇન્ટરવ્યુ પ્રથા બંધ કરવાનો નિર્ણય લીધો છે.જે ખુબ જ આવકારદાયક છે.
જો કે આ માટે ઉમેદવારોએ નોકરી મેળવવા માટે ક્ષમતા પુરવાર કરવા સ્કીલ ટેસ્ટ તેમજ ફીઝીકલ ટેસ્ટ જેવા અન્ય પરીક્ષણો માંથી પસાર થવું પડશે.
ઉપરાંત જો પસંદગીકારોને ઉમેદવારનો ઇન્ટરવ્યુ લેવાની જરૂર હોય તો તે માટે પર્સોનલ વિભાગની મંજુરી લેવાની રહેશે.
આ પ્રથા "ડી" કેટેગરી ના હોદ્દાથી શરુ કરીને "સી" અને "બી" કેટેગરીના હોદ્દાઓ માટે અમલી બનાવાશે.
આ પ્રકારની નવી પ્રથા આવતા વર્ષે ૧ લી જાન્યુઆરીથી અમલમાં આવશે.
આ પ્રકારની ઇન્ટરવ્યુ પ્રથા રદ થવાથી ભલામણ પ્રથાનો પણ અંત આવશે અને પારદર્શક રીતે ઓનલાઈન સિસ્ટમ દ્વારા મેરીટના આધારે ભરતી થશે.જે ગરીબોને નોકરી મેળવવા માટે ભ્રષ્ટાચારમુક્ત અને તટસ્થ તકો પૂરી પાડશે.